નજર નજરની તો વાત છે, સમજણ સમજણની તો આ વાત છે
આવે ના નજરમાં કાંઈ, એવી એ કાંઈ નથી, હૈયું એવું, એ તો ખોટી વાત છે
નજરમાં લાવી ના શક્યા પ્રભુને, હસ્તી નથી પ્રભુની, કહેવું એમ, ના એ સાચી વાત છે
દેખાય નજરમાં તો થોડું, દેખાય ના છે એ ઘણું, નથી એ કહેવું, એ ના સાચી વાત છે
દેખાય ના અંધને તો જગતમાં કાંઈ, નથી જગત, કહેવું એ, ના એ તો સાચી વાત છે
દિવસે દેખાય ના રાત, આવશે ના રાત કદી, કહેવું એમ, ના એ તો સાચી વાત છે
સુખદુઃખથી છે જીવન ભરેલું, આવશે એક, આવશે ના બીજું, કહેવું એમ ના એ સાચી વાત છે
ગમે ના ગમે જગતમાં તો ઘણું, અણગમતાની કાંઈ હસ્તી નથી, કહેવું ના એ સાચી વાત છે
પૈસો હાથનો મેલ છે, કરી ના શકે પૈસો જીવનમાં કાંઈ, કહેવું એમાં ના એ સાચી વાત છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)