હે - જાણ્યું જાણ્યું તેં જગમાં ઘણું જાણ્યું, જાણ્યા ના જો તેં તારા જન્મદાતાને
જીવનમાં જાણ્યું ઘણું રે, ગયું એ તો નકામું
હે - જોઈ જોઈ રાહ ઘણી તેં, અણી વખતે પડયું જો તારી ધીરજમાં કાણું
જોઈ તેં રાહ ઘણી, ગયું જીવનમાં બધું એ તો નકામું
હે - સાચવ્યા જીવનભર તેં તારા ગણીને, છેવટે કર્યું મોં તેં શાને કટાણું
સાચવ્યું જીવનભર તો તેં, ગયું બધું એ તો નકામું
હે - વિતાવ્યું જીવન તેં તો જેવું, કદી ના એને તેં તો બદલાવ્યું
મોડે મોડે તને એ સમજાયું, ગયું એ તો ગયું નકામું
હે - સંપત્તિ તો આવતીને આવતી ગઈ, મૂલ્ય ત્યારે ના સમજાયું
સરી ગઈ જ્યાં એ હાથમાંથી, રડવું હવે તો છે નકામું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)