શું કરું, કેમ કરું, છે સમસ્યા આ તો સહુના જીવનમાં રે ઊભી
કેમ પાર પાડવી એને રે જીવનમાં, છે સહુના જીવનમાં આ તો કસોટી
નવી ને નવી સમસ્યાઓ જાગતી રહે ને, ઊભી એ થાતી રહે તો ઊભી
કરવો પડશે મુકાબલો સહુએ આ તો જીવનમાં, છે જીવનની આ તો કસોટી
કરો દૂરને દૂર જીવનમાં જ્યાં એ તો, નવી ને નવી થાતી રહે જીવનમાં ઊભી
જીવન તો છે આવી કસોટીઓથી ભરપૂર, જીવન તો છે એક અનોખી કસોટી
કરતી ને કરતી રહી છે જીવનમાં એ તો, હૈયાંમાં કંઈક ભાવોના પૂરને ઊભી
રાખવી ને રાખવી કાબૂમાં તો એને, છે જીવનમાં તો આ એક મોટી કસોટી
થાકી જાશો જીવનમાં જ્યાં આ સામનામાં, કરશે એ મોટામાં મોટી સમસ્યા ઊભી
જીવન તો શોભી ઊઠશે, જીવનમાં પાર પાડેલા મોતીઓની માળા તો કસોટી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)