ચાલ્યો રે સાગર, ચાલ્યો રે સાગર, કિનારાને તો ભેટવા
કરીને મોજાના ઘોડા ઉપર તો સવારી - ચાલ્યો રે...
ભરી ભરી ભાવના ઊછળતા હૈયાંને લઈ - ચાલ્યો રે...
રોકી ના શક્યો હૈયાંને રે હાથમાં ઊછળી ઊછળી - ચાલ્યો રે...
લીધી રે સાથે, હરખના ફીણોની રે માળા - ચાલ્યો રે...
હૈયું નથી હાથમાં કિનારાને ભેટવાના ભાવ છે સાથમાં - ચાલ્યો રે...
હૈયાંમાં ભાવના લઈને, હિલોળા ને હિલોળા - ચાલ્યો રે...
રોકી ના શકે કોઈ શક્તિ, એની ગતિને રે એમાં - ચાલ્યો રે...
પહોંચ્યો કિનારે, મૂંઝવી દીધી, લઈ લઈ એને આશ્લેશમાં - ચાલ્યો રે...
થાતાં ઊર્મિ શાંત જ્યાં, વળ્યો પાછો, પાછી ફરી ફરી એને રે જોતાં - ચાલ્યો રે...
કહેતો ગયો એ તો કિનારાને, આવીશ પાછો તને રે ભેટવા - ચાલ્યો રે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)