છલકાવવું જીવનમાં તો ઘણું ઘણું, ઘણું ઘણું જીવનમાં તો છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને દુઃખ તો સુખથી, પણ જીવન દુઃખથી તો છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને તો નમ્રતાથી, પણ અહંથી તો જીવન છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને તો અજવાળાથી, પણ અંધકારથી જીવન છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને તો શાંતિથી, પણ ક્રોધથી તો જીવન છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને તો સમતાથી, પણ જીવન મારા તારાથી છલકાઈ ગયું
છલકાવવું હતું હૈયાંને તો દયાસાગરથી, પણ જીવન તો વેરથી છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને ઉત્સાહ ઉમંગથી, પણ જીવન તો આળસથી છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને જ્ઞાનના સાગરથી, પણ અશાંતીથી જીવન છલકાઈ ગયું
છલકાવવું હતું જીવનને હાસ્યના રાગથી, પણ જીવન આંસુઓથી તો છલકાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)