Hymn No. 4958 | Date: 29-Sep-1993
|
|
Text Size |
 |
 |
1993-09-29
1993-09-29
1993-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=458
ચાલી જાય છે, ચાલી જાય, બેસમજદારીની ગાડી તો ચાલી જાય છે
ચાલી જાય છે, ચાલી જાય, બેસમજદારીની ગાડી તો ચાલી જાય છે ના જીવનમાં જ્યાં એ તો અટકી જાય છે, તોફાન જીવનમાં ઊભા કરી જાય છે ક્યાં ચાલી જાય છે, ના એ સમજાય છે, ક્યાંને ક્યાં જઈ એ અથડાય છે શાણપણને જીવનમાં એ ઊથલાવી જાય છે, ગાંડપણ તરફ ઘસડી એ જાય છે ચિત્ત ને મન જ્યાં એમાં જોડાય છે, ના બીજું કાંઈ ત્યાં તો સંભળાય છે એક એક કરતા શાણપણના બધા સાથીઓ,તો છૂટતા ને છૂટતા જાય છે ખાડા ટેકરાની જમીન ઉપર, પૂરપાટ જીવનમાં એ, દોડતીને દોડતી જાય છે લાલ ઝંડીની ઉપેક્ષા એ કરતી જાય છે, અકસ્માત તરફ એ દોડી જાય છે ના જલદી એ રોકી શકાય છે, સમજદારીની અવગણના તો જ્યાં થાય છે અકસ્માત તો ત્યાં થાય છે, કુદરતના નિર્માણ ઉપર આક્ષેપ ત્યાં થાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chali jaay chhe, chali jaya, besamajadarini gaadi to chali jaay che
na jivanamam jya e to ataki jaay chhe, tophana jivanamam ubha kari jaay che
kya chali jaay chhe, na e samjaay chhe, kyanne kya jai e athadaya che
shanapanane jivanamam e uthalavi jaay chhe, gandapana taraph ghasadi e jaay che
chitt ne mann jya ema jodaya chhe, na biju kai tya to sambhalaya che
ek eka karta shanapanana badha sathio,to chhutata ne chhutata jaay che
khada tekarani jamina upara, purapata jivanamam e, dodatine dodati jaay che
lala jandini upeksha e karti jaay chhe, akasmata taraph e dodi jaay che
na jaladi e roki shakaya chhe, samajadarini avaganana to jya thaay che
akasmata to tya thaay chhe, Kudarat na nirmana upar akshepa tya thaay che
|