થયા નથી, થયા નથી, આ બે સાથે ભેગાં તો થયા નથી
થયા છે જનમ ભલે બંનેના એકમાંથી, તોયે એ બે ભેગાં થયા નથી
પ્રભાત ને સંધ્યા, જનમ્યા એકમાંથી, તોયે એ બે ભેગાં થયા નથી
અમાસ ને પૂનમની તો છે એક જ જનેતા, તોયે એ બે ભેગાં થયા નથી
પ્રકાશ ને અંધકાર જનમ્યા તો એકમાંથી, તોયે એ બે ભેગાં થયા નથી
ભરતી ને ઓટ જનમ્યા ભલે એકમાંથી, તોયે એ બે ભેગાં થયા નથી
સુખ ને દુઃખના રહ્યાં એક જ જન્મદાતા, તોયે એ બે ભેગાં રહ્યાં નથી
ભૂતકાળ ને વર્તમાન રહ્યાં એક જ કાળના ભાગ, તોયે સાથે એ રહ્યાં નથી
શ્રદ્ધા ને શંકાની છે એક જ જન્મદાતા, એ બે સાથે કદી રહી શક્યા નથી
અસુર ને દેવ છે બંને હૈયાંના સંતાનો, સહઅસ્તિત્વ સ્વીકાર્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)