લટકે છે રે, લટકે છે જગમાં રે, સહુના માથે મોતની તલવાર લટકે છે
ક્યારે કોના માથે પડશે જીવનમાં, ના કોઈ જીવનમાં એ તો કહી શકશે
દેખાશે જીવનમાં જ્યારે જેને એ તો, ખાવું પીવું ભુલાવી એનું તો એ દેશે
છોડશે ના જગમાં એ તો કોઈને, સહુના માથે જગમાં, એક દિવસ એ ત્રાટકશે
જગમાં જોમ ને જોશ જીવનમાં તો રહી જાશે, ના એની પાસે કોઈનું તો ચાલશે
જોશે ના એ કોઈના હિસાબકિતાબ, જ્યાં સમયનો હિસાબ પૂરો થઈ જાશે
છે એ તો સમયનો તો દળ, સમયના સાથમાં ને સાથમાં ત્યાં તો રહેશે
ના છે એ પક્ષપાતી, ના છે એ સ્વાર્થી, કર્તવ્ય એનું એ તો બજાવશે
ના દલીલ એ તો કરશે, ના દલીલ સાંભળશે, પાલન સમયનું એ તો કરશે
મળશે ના છૂટછાટ એની પાસે, ના છૂટછાટ એ તો દેશે, ના એ તો લેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)