વધુને વધુ, વધુને વધુ, અસંતોષની આગમાં, માંગતું રહેશે, જલતું તો હૈયું
હશે પાસે ભલે તો ઘણુંને ઘણું, રહેશે માંગતું તોયે, એ તો, વધુ ને વધુ
જોશે ના એ તો મળે છે કેમ અને ક્યાંથી, જોઈશે એને તો બસ વધુ ને વધુ
ભલે જોર એમાં જો ઇર્ષ્યાનું, જોઈશે એને ત્યારે તો, બધું તો પહેલું
અટકશે ના માંગ તો એની, અટકશે ના ક્યાંય, જોઈશે એને, વધુ ને વધુ
છલકાતું હશે પાસે ભલે તો બધું, જોઈશે એને, તોયે વધુ ને વધુ
વધુ ને વધુમાં જોશે એ તો સુખ, દુઃખનું દ્વાર કરશે એમાં એ તો ખુલ્લું
ભરાશે ના એમાં તો હૈયું, એકવાર તો થઈ ગયું, જ્યાં ખપ્પર એનું તો ખુલ્લું
બંધ થયું ના જ્યાં મુખ તો એનું, હોમાતું જાશે, જીવનમાં એમાં તો ઘણું ઘણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)