પચાવવું પડશે જીવનમાં તો ઘણું ઘણું
બનશે એ તો જરૂરી, પણ હશે એ તો અઘરું
હસતા હસતા પડશે સહેવી હાર તો જીવનમાં
પચાવવા જીતને પડશે નમ્રતાની જરૂર તો જીવનમાં
પચાવવા દુઃખ તો જીવનમાં, જરૂર પડશે સમતાની
પચાવવા સુખને જીવનમાં, જરૂર પડશે હૈયે વિશાળતાની
દુર્ભાગ્ય પચાવવા જીવનમાં, પડશે જરૂર તો ધીરજની
આધ્યાત્મિકમાં પગલાં પાડવા, પડશે જરૂર તો શાંતિની
સત્ય પચાવવા જીવનમાં, પડશે જરૂર તો હિંમતની
જીવનમાં વધવાને આગળ, પડશે જરૂર તો દૃઢતાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)