એક વાર મળીશ જીવનમાં તું તો જ્યારે, પૂછીશ તને હું તો ત્યારે
પ્રભુ તારા અંતરમાં તો શું છે (2)
કરતો ને કરતો રહ્યો છે રે જગમાં તું તો બધું, તું તો તારી ને તારી રીતે
કરતો રહ્યો છે રે જગમાં તું તો આવું તો શાને (2)
મૂંઝવી મૂંઝવી જીવનમાં તો અમને, આખર મારગ એમાંથી તો તું કાઢે
આવું તો કરે છે જગમાં તો તું શાને (2)
રહી પાસે ને પાસે, ને સાથે ને સાથે, શાને વિરહમાં અમને તો તું સતાવે
આવું કરે છે જગમાં તો તું શાને (2)
દુઃખદર્દથી પીડાતા હૈયામાં, વ્હેતી અમારી આંસુની ધારા, જોઈ શકે છે શાને
આવું તું કરી શકે છે શાને (2)
તારા ઇશારે નાચીએ અમે, નચાવવામાં અમને મઝા પડે છે, તને તો શાને
આવું કરે છે જગમાં તું તો શાને (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)