અંજામ છે, અંજામ છે, અંજામ છે, અંજામ છે હરેક
હરેક ચીજનો, કંઈક ને કંઈક જીવનમાં તો અંજામ છે
સ્થાયી નથી જગમાં તો કાંઈ, નાશ એ જ એનો અંજામ છે
આવ્યાં પરિણામ તો જેવાં, પરિણામ એનાં, અંજામના અંજામ છે
સુખદ કે દુઃખદ પરિણામ, અંજામનાં એ તો પરિણામ છે
પરિણામ વિના નથી કાંઈ જગમાં, પરિણામ એ તો અંજામ છે
ગૂંચવાયો જીવનમાં તો જ્યાં, ખોટાં વિચારોનો તો એ અંજામ છે
જગમાં જીવન તો તારું, તારા વિચારોનો તો એ અંજામ છે
જીવનમાં ભાગ્ય તો તારું, તારાં ને તારાં કર્મોનો તો અંજામ છે
જીવનમાં હૈયામાં ઉઠતાં તોફાનો તો, તારી વૃત્તિઓનો તો અંજામ છે
રોપ્યાં બીજ જેવા જીવનમાં, ફળ એનાં, એનો તો એ અંજામ છે
મળે છે ખાવા અન્ન તને જીવનમાં, તારી મહેનતનો તો એ અંજામ છે
મળ્યાં દર્શન તને પ્રભુનાં, પ્રભુની કૃપાનો તો એ અંજામ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)