હરેક રાહ જોઈ રહી છે, રાહ તો એના સાચા રાહદારીની
ચાલતા રહ્યા છે રાહ પર તો અનેક, છે પ્યાસી એ સાચા રાહદારીની
અનેક ચાલ્યા રાહ પર, લખાવી કહાની સહુએ, વચ્ચે તો અટકવાની
જોઈ રહી છે રાહ એવા એ રાહીની, લખાવે કહાની પૂરી એણે કર્યાંની
હરખાઈ જાશે રાહ એ તો ત્યારે, પડશે પગલાં જ્યારે એવા રાહીની
ઊંચકી રહી છે ભાર એ સહુ રાહીની, આશ છે એને એવા સાચા રાહીની
પાથરી દીધું છે એણે એનું હૈયું, ચૂમતાં કદમ તો એવા સાચા રાહીની
ખિલાવી ફૂલ દિલમાં, કરી દીધી છે, ઉમળકાથી ઇંતેજારી એવા રાહીની
કરવા સ્વાગત સાચા રાહીની, દીધા એણે કાંટા કાંકરા તો હટાવી
થઈ નથી કદી એ તો નિરાશ, છે આશા ભરી હૈયે એવા સાચા રાહીની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)