પ્યાસો છું રે, પ્યાસો છું રે પ્રભુ, તારા પ્રેમનો તો હું પ્યાસો છું
પીતો રહ્યો છું જળ તો માયાનું જીવનમાં પ્રભુ, તારા પ્રેમનો તો હું પ્યાસો છું
કીધા અનેક રસોના પાન જીવનમાં પ્રભુ, તારા પ્રેમનો તોય હું પ્યાસો છું
માણ્યા જીવનરસ ઘણા જીવનમાં પ્રભુ, તોય તારા પ્રેમનો તો હું પ્યાસો છું
સંસાર રસના પ્યાલા પીધા જીવનમાં પ્રભુ, તારા પ્રેમનો તો હું પ્યાસો છું
પીધા વિવિધ રસોના પ્યાલા જીવનમાં રે પ્રભુ, તારા પ્રેમનો તોય હું તો પ્યાસો છું
જીવનમાં ષડરસ માણ્યા ઘણા રે પ્રભુ, તારા પ્રેમનો તો હું તો પ્યાસો છું
મળ્યા હાસ્ય, કરુણ રુદન રસો તો જીવનમાં રે પ્રભુ, તારા પ્રેમનો તોય હું તો પ્યાસો છું
પીતો ને પીતો રહ્યો વિવિધ રસ જીવનમાં રે પ્રભુ, તોય તારા પ્રેમનો તો હું પ્યાસો છું
છિપાઈ નહીં પ્યાસ જીવનમાં, છિપાશે તારા પ્રેમની, તારા પ્રેમનો તો હું પ્યાસો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)