જીવન તારું રે, જીવન તારું રે છે એ તો, તારાં ને તારાં કર્મોનું રે દર્પણ
જન્મોજનમથી રે, દેતો આવ્યો છે રે તું પ્રભુને તો, મિલનનું તો વચન
જીવન તારું રે, છે જગમાં રે એ તો, તારાં ને તારાં કર્મોની બોલતી વાણી
નાખતાં દૃષ્ટિ તારી તારા જીવન ઉપર રે, મળી જાશે રે, તારાં કર્મોની રે કહાની
સમજવા તારે તારા જીવનને રે, સમજવી પડશે રે તારે, તારાં કર્મોની રે કહાની
દુઃખભર્યું કે સુખભર્યું રે જીવન તારું રે, છે રે એ તો તારાં ને તારાં કર્મોની ઉપાધિ
ફરિયાદ કે ફરિયાદ વિનાનું જીવન તારું રે, જીવ્યો જીવન કેવું, છે એની એ તો નિશાની
ગોઠવાતી ને ગોઠવાતી જાશે રે તારા જીવનમાં રે, તારાં ને તારાં કર્મોની રે બાજી
ગૂંચવાઈ ના જાતો એમાં તું એટલો, જોજે ગૂંચવાઈ ન જાય તારા જીવનની બાજી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)