Hymn No. 5072 | Date: 10-Dec-1993
|
|
Text Size |
 |
 |
1993-12-10
1993-12-10
1993-12-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=572
છું હું એક મોટો કરજદાર, છું હું તો એક મોટો કરજદાર
છું હું એક મોટો કરજદાર, છું હું તો એક મોટો કરજદાર જનમોજનમના ચડતા રહ્યા છે, ચડતા રહ્યા છે કંઈક ઋણોના ભાર જાણું ના ઋણ છે કોનું ને કેટલું, છું ને છે અજાણ્યા મારાથી મારા લેણદાર રહીશ મથતો જીવનભર ફેડવાને ઋણોને, રહી જાશે તોય ઋણોના લેણદાર ફેડતા જાશું, જાગતા જાશે નવાં ઋણો, જાગશે નવાં ઋણોના લેનાર ને દેનાર ચડતા ને ફેડતા રહ્યા જનમોજનમથી, અટકી નથી એની તો વણઝાર ગણું એને પ્રભુની માયા, કે કર્મોના તાંતણા, છટકી ના શકાશે એમાંથી લગાર આવ્યા એ યુગોથી, ફેડાશે કેમ એ જીવનમાં, મળશે ના એનો રે અણસાર સર્વ ઋણોનો તો છે ઋણી તો ભગવાન, છે એનો એ તો લેનાર ને દેનાર કરી અર્પણ ઋણો બધાં રે એને, મટી શકીશ જીવનમાંથી તો તું કરજદાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chu hu ek moto karajadara, chu hu to ek moto karajadara
janamojanamana chadata rahya chhe, chadata rahya che kaik rinona bhaar
janu na rina che konum ne ketalum, chu ne che ajanya marathi maara lenadara
rahisha mathato jivanabhara phedavane rinone, rahi jaashe toya rinona lenadara
phedata jashum, jagat jaashe navam rino, jagashe navam rinona lenara ne denaar
chadata ne phedata rahya janamojanamathi, ataki nathi eni to vanajara
ganum ene prabhu ni maya, ke karmo na tantana, chhataki na shakashe ema thi lagaar
aavya e yugothi, phedashe kem e jivanamam, malashe na eno re anasara
sarva rinono to che rini to bhagavana, che eno e to lenara ne denaar
kari arpan rino badham re ene, mati shakisha jivanamanthi to tu karajadara
|