મસ્ત મસ્ત મસ્ત મને, મારામાં મસ્ત રહેવા દેજે
રે પ્રભુ, મારા હૈયાને આશિષ તું એવી તો દેજે
તોફાનો ને તોફાનોના જીવનમાં તો સામના રે કરવા - રે પ્રભુ...
જીવનમાં ખુદને સમજવા અને અન્યને તો સમજવા - રે પ્રભુ...
જીવનમાં સરળતાથી સહુ કામ તો પૂરાં કરવા - રે પ્રભુ...
તારા ભક્તિભાવમાં જીવનમાં તો એવા ડૂબવા - રે પ્રભુ...
જોઈએ તો શક્તિ જીવનમાં, સાચી સાધના તો કરવા - રે પ્રભુ...
જીવન જીવું જગમાં સારી રીતે, સારી રીતે જીવન જીવવા - રે પ્રભુ...
કરી સામના જગમાં, સારી રીતે દેજે સમજણ સામના કરવા - રે પ્રભુ ...
દુઃખ દર્દ અન્યનું તો સમજવા, ને દૂર એને કરવા - રે પ્રભુ...
પામવું છે જીવનમાં તો જે, જીવનમાં તને તો પામવા - રે પ્રભુ ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)