ચાલશે નહીં, ચાલશે નહીં (2) જીવનમાં તો એ કાંઈ ચાલશે નહીં
ખોટી ને ખોટી આશામાં જીવી, ફળની આશા રાખવી જીવનમાં એની - ચાલશે...
લઈ લઈ રસ્તા ખોટાં જીવનમાં, રાખીશ આશા ધ્યેયે પહોંચવાની - ચાલશે...
રાખી ના કાબૂ સ્વભાવ ઉપર, તોડીશ સંબંધો તો જીવનના - ચાલશે...
મન વિનાના અધૂરા યત્નોમાં, રાખશો આશા, આશા રૂપની મોટી - ચાલશે..
પાપ-પુણ્યનાં બાંધતાં રહી પોટલાં, રાખશો આશા મુક્તિની - ચાલશે...
કાજળ ઘેરી અમાસની રાતે, રાખશો આશા પૂનમના ચાંદની - ચાલશે...
દુઃખદર્દને જો જીવનમાં દૂર ના રાખશો, રાખશો આશા મીઠાશની - ચાલશે..
વેર ને વેર સંઘર્યા કરશો જો હૈયે, રાખશો આશા જો પૂરા પ્રેમની - ચાલશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)