અરે ઓ જીવન જુગારી રે, રાખ ના જીવનમાં તું એનો રે ખોટો ફાંકો
કિસ્મતની પડશે એક અવળા હાથની લપડાક જ્યાં, થઈ જાશે એમાં તો તું ફાંકો
જીવનમાં જ્યાં તું ફાંકામાં ને ફાંકામાં રહ્યો, ચાલતો રહ્યો એમાં તું વાંકો ને વાંકો
અનિર્ણીત રહી જીવનમાં, સાચા નિર્ણય લેવામાં, રહ્યો જીવનમાં તું કાચો ને કાચો
અહંના ઉછાળામાં ઊછળીને, લેતો રહ્યો રસ્તા જીવનમાં તું ખોટેં ને ખોટેં
જીવનજંગ છોડીને જીવનમાં, ખોટાં જંગ, ઊભો રહ્યો તું કરતો ને કરતો
ના કર્યું કરવા જેવું તો તેં જીવનમાં, ખોટી ને ખોટી વાતોમાં રહ્યો તું ગૂંથાતો
ગુમાવ્યું ખેલી ખોટાં જુગારો જીવનમાં, જુગાર ખોટાં ના તું છોડી શક્યો
અપનાવી રીત સાચી તો જીવનમાં, ખેલજે હવે જુગાર એવો તો સાચો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)