જોવા મળે છે, જોવા મળે છે, કુદરતના કંઈક તો જીવનમાં જોવા મળે છે
જીવન તો એવાં જોવા મળે છે, પડઘા કુદરતમાં એમાં તો મળે છે
કંઈક જીવન જોવા એવાં તો મળે છે, વેલની જેમ વળગી, આગળ એ વધે છે
કંઈક જીવન જોવા એવાં તો મળે છે, તૃણની જેમ જીવન એ તો જીવે છે
કંઈક જીવન જોવા એવાં તો મળે છે, કોઈના પડછાયા બની એ તો જીવે છે
કંઈક જીવન જોવા એવાં તો મળે છે, સુખદુઃખમાં, જીવનમાં સમ એ તો રહે છે
કંઈક જીવન જોવા એવાં તો મળે છે, કાંટાની જેમ અન્યને એ ખૂંચતાં રહે છે
કંઈક જીવન જોવા એવાં તો મળે છે, સુગંધી પુષ્પો જેમ સુગંધ ફેલાવતાં રહે છે
કુદરતની વિવિધતા માનવજીવનમાં, એ વિવિધતામાં પ્રભુનાં દર્શન મળે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)