વિચારી વિચારી, જીવનમાં જો તું તો જરા (2)
તારા જીવનના પ્રેમભર્યા સૂરો રે, બેસૂરા કેમ બોલી જાય છે
તારી શાંત મીઠી નિદ્રાને જીવનમાં, કોણ ઉડાડી જાય છે
તારા હૈયાના શાંત સાગરને, કોણ હચમચાવી જાય છે
આશ રાખી મોટી જેની રે જીવનમાં, એ જ તને ચડાવી જાય છે
તારી મુક્તપણે વિહરતી પાંખને, વિચારોથી કોણ બાંધી જાય છે
તારા દુઃખભર્યા દિવસોમાં, તારી ઢાલ કોણ બની જાય છે
તારી પૂરપાટ દોડતી જીવનની, ગાડીની ગતિને કોણ રૂંધી જાય છે
માને ના માને જીવનમાં જે કોઈનું, કોઈકનું તો માની જાય છે
અતિ વ્હાલી લાગતી વ્યક્તિ પણ, વેર તો જગાડી જાય છે
જીવનમાં શક્યતાની રાહ તો, અશક્યતાની ધાર પરથી ચાલી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)