ન્હાવું હશે જે ધારામાં, પડશે પહોંચવું તો એ ધારાની પાસે
આવશે ના ધારા કાંઈ નવરાવવા, એ તો કાંઈ આપણી પાસે
વરસતા વરસાદમાં સહુ કોઈ ન્હાશે, ભેદભાવ ના એ તો રાખશે
પ્રભુની કૃપાની વર્ષામાં સહુ ન્હાશે, ભેદભાવ ના કાંઈ એ તો રાખશે
ખુદે સર્જેલી ધારામાં, ખુદ ન્હાશે, સર્જી હશે જેવી, મજા એવી આવશે
જ્ઞાનની ધારામાં ન્હાવા રે જગમાં, પડશે રે જાવું જ્ઞાનની ધારા પાસે
સંત તો છે જ્ઞાનના સાગર, ન્હાવા રે એમાં, જાવું પડશે એમની પાસે
કરશે ના બંધ ધારા સંતો કે પ્રભુ, જગમાં તો એ કોઈની માટે
પ્રેમની ધારા વહેશે પ્રભુની કે સંતની, વ્હેતી રહેશે એ સહુના માટે
હિત ને હિત રહેશે એ તો કરતા ને કરતા, જગમાં તો એ સહુના કાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)