યાદ અપાવી જાય, યાદ અપાવી જાય, જીવનમાં તો એ યાદ તારી અપાવી જાય
આવે ને જાગે જીવનમાં, જીવનમાં જ્યાં નબળી પળો જ્યારે જાગી જાય
ધાર્યા કામો જ્યાં અટકી જાય, કડવી નિષ્ફળતાનાં પાન પીવાતાં જાય
મૂંઝારા ને મૂંઝારા જીવનમાં વધતા જાય, ના માર્ગ એમાંથી મળી જાય
દુઃખદર્દની ગૂંથણીમાંથી બહાર ના નીકળાય, એમાં ને એમાં બંધાતા જાય
ડગલે ને પગલે ગૂંચવણો ઊભી થાતી જાય, ના એમાંથી બહાર નીકળાય
સંજોગ જીવનમાં એકલું પાડતું જાય, નજર ના ઠરે તો જ્યાં બીજે ક્યાંય
જીવનમાં જ્યાં ઊલટું ને ઊલટું, તો પડતું ને પડતું જાય
મનનાં તોફાનો જીવનમાં જ્યાં, બેકાબૂ બનતાં ને બનતાં જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)