ભજવ્યો ભાગ કોણે કેટલો જીવનમાં, જે જે થયું જે જે બન્યું
કર્યું ભલે ઘણું ઘણું જીવનમાં, જીવનમાં ક્યારે ને કેટલું વળ્યું
સ્વીકારી જવાબદારી તારી કેટલી, અન્ય પર તો સોંપ્યું કેટલું
આરંભ ને અંત સુધી સહુએ જીવનમાં, સંજોગો સામે તો નમવું પડયું
સંજોગોના ઘર્ષણ થાતા રહ્યા જીવનમાં, કોઈ નમ્યું, કોઈ એમાં જીત્યું
કરતા રહ્યા કોશિશો સહુ નમાવવા, સંજોગો સામે સહુએ નમવું પડયું
કરતું ને કરતું રહ્યું સહુ તો જીવનમાં, ત્યાં જીવનમાં બધું બનતું ને બનતું રહ્યું
ધાર્યું ના બન્યું જીવનમાં તો જ્યારે જ્યારે, કારણ એનું તો ગોતવું રહ્યું
વિશ્વાસ વધતા ને ઘટતા જીવનમાં, પ્રભુમાં સ્થિર એમાં તો કોણ રહ્યું
અટક્યું ના જીવનમાં કોઈ તો, જીવનમાં આવું, જીવનમાં બનતું ને બનતું રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)