1994-05-01
1994-05-01
1994-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=742
નીકળે કરવા પ્રેમના સોદા તો જીવનમાં, સોદાબાજીમાં એ અટવાઈ જાય છે

પ્રેમ પામવાને બદલે, પ્રેમવિહોણા જીવનમાં તો એ રહી જાય છે
ખુદ પકડેલી તો રાહમાં, એ રાહમાં ને રાહમાં અટવાતા જાય છે
ઇચ્છાઓ અને ઇચ્છાઓને શણગાર સજાઈ, પ્રેમ એને તો કહેતા જાય છે
સુગંધ ફેલાવી ના શકે પ્રેમ તો એવા, દુર્ગંધ એમાંથી નીકળતી જાય છે
આવા પાંગળા પ્રેમમાં, જીવનની મુસાફરી પૂરી તો ક્યાંથી થાય છે
એવા બુઠ્ઠા પ્રેમની છરી તો, હૈયું ના કોઈનું તો એ વીંધી જાય છે
પ્રેમ તો છે દર્દ વિનાનું દર્દ, જાગે જ્યારે દિલમાં, ના એ સહેવાય છે
રહેશે સ્થિર તો જે પ્રેમમાં, પ્રેમના પ્યાલા જીવનમાં એ તો પીતા જાય છે
અલૌકિક પ્રેમમાં જગમાં તો જે ડૂબ્યા, પ્રેમની પ્યાસ બધી, એની બુઝાઈ જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nīkalē karavā prēmanā sōdā tō jīvanamāṁ, sōdābājīmāṁ ē aṭavāī jāya chē
prēma pāmavānē badalē, prēmavihōṇā jīvanamāṁ tō ē rahī jāya chē
khuda pakaḍēlī tō rāhamāṁ, ē rāhamāṁ nē rāhamāṁ aṭavātā jāya chē
icchāō anē icchāōnē śaṇagāra sajāī, prēma ēnē tō kahētā jāya chē
sugaṁdha phēlāvī nā śakē prēma tō ēvā, durgaṁdha ēmāṁthī nīkalatī jāya chē
āvā pāṁgalā prēmamāṁ, jīvananī musāpharī pūrī tō kyāṁthī thāya chē
ēvā buṭhṭhā prēmanī charī tō, haiyuṁ nā kōīnuṁ tō ē vīṁdhī jāya chē
prēma tō chē darda vinānuṁ darda, jāgē jyārē dilamāṁ, nā ē sahēvāya chē
rahēśē sthira tō jē prēmamāṁ, prēmanā pyālā jīvanamāṁ ē tō pītā jāya chē
alaukika prēmamāṁ jagamāṁ tō jē ḍūbyā, prēmanī pyāsa badhī, ēnī bujhāī jāya chē
|