મળ્યા નથી તાલ અમારા જ્યાં, જીવનની સાથે
પુકારી રહ્યા છીએ પ્રભુ અમે તને તો, લઈ હાથમાં કરતાલ
બોલાવી રહ્યા છીએ જીવનમાં અમે તને, કરી કરી પુકાર
છે હાલ અમારા તો આવા, રાખજો તમે જરા એનો ખ્યાલ
પ્રભુ તમે તો આવજો સમજીને, પ્રભુ પધારજો તમે વિચારીને
છો તમે આસપાસ ને બધે, આવો ના તમે તોય નજરમાં
સમજ બહાર રહી જાય છે અમારી, તમારી તો હર ચાલ
રહેવાતું નથી, સહેવાતું નથી જ્યારે, તને તો કહેવાઈ જાય - છે હાલ...
કહેતાં ને કહેતાં રહીશું, ખૂટશે ના વાત અમારી તો લગાર
દીન બનીને કહીએ અમે તને, અરે ઓ મારી દીનદયાળ
વહેલા પધારજો રે તમે, જોજો આ ઘડી પણ વીતી ન જાય - છે હાલ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)