તું કહી દે, તું કહી દે, તારા દિલને કહી દે, તણાય ના જીવનમાં ખોટાં ભાવોમાં
તણાશે જો ખોટાં ભાવોમાં, ઉપાધિ વિના, આવશે ના બીજું હાથમાં
નાનામોટા તાણો રહેશે જો તાણતાં, સચવાશે ના એમાં તારી સ્થિરતા
લેશે કબજો કોઈ ભાવ તો જ્યાં, મુશ્કેલીથી છૂટી શકીશ તું એમાં
જરૂરી-બિનજરૂરીના ભેદની સમજાશે એમાં, પડીશ જ્યાં તું એની તાણમાં
તણાતો ને તણાતો રહીશ જ્યાં તું એમાં, પહોંચીશ પહોંચાડશે એના વહેણમાં
જોઈ શકીશ રાત કે દિન તું એમાં, તણાતો ને તણાતો જાશે તું એમાં ને એમાં
વહીશ જો તું સાચા વહેણમાં, પામીશ સાચું ત્યારે તો તું જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)