ખાધા નથી મેળ, મારા વિચારોના, મારા ભાગ્યના ખેલની સાથે
કદી લાગે આવી ગયા પાસે, દૂર ને દૂર પાછા ખેંચાઈ જાય છે
કદી દૂર ને દૂર એટલા જાયે, લાગે જાણે, ફરી ભેગા કદી ના થાયે
ખાય ના મેળ જીવનમાં જ્યાં આ બેના, ઉપાધિ જરૂર એ તો સર્જે
મેળ ખાય જીવનમાં જ્યાં આ બેના, રસ્તો જીવનનો ત્યાં સરળ બને
મેળ, સુમેળ અને વિરોધોના, દેખાતા રહ્યા છે જીવનમાં આના ખેલ
જોર છે ઝાઝું ભાગ્યનું જીવનમાં, ખેંચતું રહ્યું છે એ તો વિચારોને
વધી વધી વધશે જીવનમાં કેટલું, મેળ જ્યાં એના તો ના ખાશે
હરેક જીવન તો છે દર્પણ એનું, છે મેળ એના કેટલા એ તો દેખાડે
ખાશે ના મેળ આ બેના જીવનમાં, જીવન એનું દુઃખભર્યું તો રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)