નિભાવી ના શક્યો, સંબંધો આપણા, પ્રભુ હું તો તારી સાથે
આવ્યો લઈ લઈ માંગણીઓ, સદા હું તો તારી ને તારી પાસે
જીવનમાં લઈ લઈ સુખનાં તો ફૂલો, રાખ્યાં મેં તો એ મારી પાસે
ધરાવ્યાં દુઃખનાં આંસુઓનાં મોતી, સદાં તો તારાં ચરણે
કર્યાંને કર્યાં રે કામો, જીવનમાં તો એવાં, વીસરી બધા સબંધોને
રાચી રાચી માયામાં તો તારી, રાખ્યો હૈયેથી દૂર ને દૂર તો તને
મેળવી શકું હું ક્યાંથી તો એમાં, નજર તો પ્રભુ તારી સાથે
નીચે ને નીચે ઝૂક્તી ગઈ નજર તો મારી, ખોટાં કામોમાં ભારે
ગયો જીવનમાં હું તો ભૂલી છે, ચાલે છે નાવડી તો તારા સહારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)