કોણ વધુ સારું, કોણ ખરાબ વધુ ના કહી શકાશે, જ્યાં બધા એકસરખા છે
કરતા ને કરતા રહે ભૂલો લગભગ સરખી, કોણ એમાં તો ચડિયાતું છે
ભૂલ વિનાનો ગોતવો પડે મુશ્કેલ, ભૂલમાં ક્યાંયને ક્યાંય, સહુ સંકળાયેલા છે
કરતા ને કરતા રહી ભૂલો, બચાવ એમાં સહુ એના તો કરતા રહ્યાં છે
થાય છે કોશિશો સહુની, તારવવા સહુને જુદા, ના કોઈ બાકી એમાં રહ્યા છે
સારા બન્યા વિના સહુ સારા કહે, ભલીવાર ના એમાં તો કાંઈ હોય છે
સારાની સારપ મુક્ત કંઠે મહેકી જાશે, ના કોઈને એમાં કહેવાની જરૂર છે
ગુણ વિનાના ગુણિયલ થાવું, જગમાં આ ગાંડપણ તો બધે દેખાય છે
સસ્તી પ્રસિદ્ધિ સહુ કોઈ ચાહે, મહેનતની જગમાં કોઈને તો ના કરવી છે
પૂર્ણ સૂર્ય તપે છે જગમાં સ્વાર્થના, પરિશ્રમના દીવાની કોને જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)