Hymn No. 5300 | Date: 31-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-31
1994-05-31
1994-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=800
આવ્યું તે જરા, દીધું જીવનમાં જરા, રાજી રાજી અમે એમાં થઈ ગયા
આવ્યું તે જરા, દીધું જીવનમાં જરા, રાજી રાજી અમે એમાં થઈ ગયા લઈ લીધું કિસ્મતે જીવનમાં જ્યાં એ બધું, દુઃખી દુઃખી અમે થઈ ગયા રહેવું હતું પ્રભુ ધ્યાનમાં તો તારા, હતી અમારા મનની એ ધારા લપેટી દીધું તેં મનને માયામાં, રહી ગયાં અમારાં એ અરમાન અધૂરાં સુખી હતાં, ના હતાં જીવનમાં, સુખની શોધમાં જીવનમાં અમે નીકળ્યા દઈ ગયું સુખ દગો અમને જીવનમાં, ના જીરવી અમે એ તો શક્યા મળતાં રહ્યાં છે પ્રમાણ મારા જીવનમાં, મારા વિચલિત તો થયાનાં કરવા હતાં કિલ્લા મજબૂત તો મનના, રહ્યા હાથમાં ભંગાર એના તૂટવાના ચૂકતા રહ્યા પુરુષાર્થ તો અમે જીવનમાં, થઈ ગયાં દ્વાર બંધ ત્યાં વિશ્વાસનાં ગાવાં ગુણગાન શાનાં, અમારી નિષ્ફળતાનાં કે તારી તો શક્તિનાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avyum te jara, didhu jivanamam jara, raji raji ame ema thai gaya
lai lidhu kismate jivanamam jya e badhum, dukhi duhkhi ame thai gaya
rahevu hatu prabhu dhyanamam to tara, hati amara manani e dhara
lapeti didhu te mann ne mayamam, rahi gayam amaram e aramana adhuram
sukhi hatam, na hatam jivanamam, sukhani shodhamam jivanamam ame nikalya
dai gayu sukh dago amane jivanamam, na jiravi ame e to shakya
malta rahyam che pramana maara jivanamam, maara vichalita to thayanam
karva hatam killa majboot to manana, rahya haath maa bhangara ena tutavana
chukata rahya purushartha to ame jivanamam, thai gayam dwaar bandh tya vishvasanam
gavam gungaan shanam, amari nishphalatanam ke taari to shaktinam
|