રોકી ના શકાશે જીવનમાં તો કોઈથી, તેજ ને પ્રતાપ તો વિશ્વાસના
કબજો લીધો જીવનનો જ્યાં શંકાના સૂરોએ, મુસીબતો ઊભી એ કરવાના
ભાવોના બંધો તૂટયા જ્યાં એક વાર, બનીને આંસુ એ વહેવાના
સર્જ્ય઼ું હશે જે જીવનમાં, પડશે જીવનમાં ભાર એના ઉઠાવવાના
ધમધમી ઊઠશે જીવન સુખની મહેકથી, સાચી સમજના રસ્તે જ્યાં ચાલવાના
ખોટી રાહમાં જીવનમાં જ્યાં તણાયા, હૈયાની વિરુદ્ધ ત્યાં વર્તવાના
કહેશો તમે કોને, સમજાવશો કેટલાને, મૂર્ખાના સમૂહ તો ઊભરાતા રહેવાના
દિલનું દર્દ તો, પ્યારભર્યું દિલ જાણશે, નથી કાંઈ કાન એ જાણી શકવાના
આંખની ભાષા તો આંખ જાણશે, નથી બીજાં અંગ એ જાણી શકવાના
હૈયું પ્રભુનું તો જાણે આપણા હૈયાને, હૈયાથી નથી કાંઈ એ દૂર રહેવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)