રહ્યાં જીવનમાં આરંભે જે શૂરા, કામ એમાં તો, કોના પૂરાં થયાં છે
યત્નો વિનાના તો કાર્યો, જીવનમાં સહુનાં અધૂરાને અધૂરા રહ્યાં છે
પાયા વિનાના મકાન કોના ટક્યા છે, સૂર્યપ્રકાશ વિના, ના અજવાળાં પથરાયાં છે
સફળતાના સાથિયા સહુ તો પૂરે છે, મક્કમતા વિના કોના એ તો દીપ્યાં છે
પ્રભુદર્શનની ચાહ તો રે સહુના હૈયે, આગળ એમાં તો કેટલાં વધ્યાં છે
સુખને માટે સહુ તરફડે રે જગમાં, સાચા સુખી જગમાં તો કેટલાં થયાં છે
રાહ પ્રભુની તો છે નિરાળી, પ્રભુની રાહે રાહે, જગમાં તો કેટલાં ચાલ્યા છે
ખોટાં વિચારોમાં મસ્તક સહુના ફરતા રહ્યાં છે, શાંત એમાં તો કેટલાં રહ્યાં છે
આવડત વિનાના નખરા કોના પૂરાં થયાં છે, એનાં વિના તો એ ભારે પડયા છે
પ્રભુદર્શનની ચાહ તો છે સહુના હૈયે, આગળ એમાં તો કેટલાં વધ્યાં છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)