એ એક વિના રે, લાગે રે, જીવન તો સૂનું ને સૂનું
એ એક વિના તો છે, જીવન તો અધૂરું ને અધૂરું
એ એકમાંથી તો જગમાં તો, થયું છે જીવન તો શરૂ
એ એક વિના મળે જીવનમાં જો બધું, એને તો શું કરવું
એ એકની સાથે બંધાયો તાંતણો પ્રેમનો, જીવન સાર્થક તો થયું
એ એકની તો છે જરૂર, જરૂરત બીજી જગાડી શું કરવું
એ એકની સંગે છે નાતો પુરાણો, મિલન તોય નથી થયું
એ એક વિના તો રહેશે રે, જીવનમાં તો અંધારું ને અંધારું
એ એકને રે પામવું તો છે, જીવનનું પરમ લક્ષ્ય તો મારું
એ એકને પામ્યા વિના રે જીવનમાં, શાંતિથી નથી બેસવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)