નજર નજર તો છે બસ તારી રે પ્રભુ, જગને સમાવતી જાય
નજર બહાર રહેવું નથી તારી નજરમાંથી, નજર બહાર રહે ના જરાય
નજરમાં ના આવે તારી રે જે, જગમાં ના ક્યાંય તો એ દેખાય
નજરમાં વસી ગયું તારી તો જે જે, જગમાં તો એ થાય ને થાય
નજર તો છે તારી રે એવી, મળી જાય ઝાંખી, નજર ત્યાં બદલાઈ જાય
નજરની મીઠાશ તારી મળી જાય, મીઠાશ જગની તો બધી મળી જાય
નજર તારી તો છે એવી ઊંડી, હૈયાસોંસરવી તો એ ઊતરી જાય
નજર જગમાંની તો કોઈની, તારી નજરની તો બરાબરી તો ના થાય
નજર વિના તો તારી, જગ તો જીવનમાં, સૂનું ને સૂનું રહી જાય
નજર જો તારી હૈયામાં ઊતરી જાય, હૈયું તો આનંદે આનંદે ઊભરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)