થાશે ના, થાશે ના, કરી વિચાર આવા, જીવનમાં કાર્ય ના શરૂ કરતો
કરતો ને કરતો જાશે એને રે તું, થાશે પૂરું વિસ્મિત બની રહેશે એને તું જોતો
માંગી લેશે મહેનત એ પૂરી, કસર કાંઈ ના એમાં તું રહેવા દેતો
તારા ને તારા વિચારો નડશે રે તને, માંદલો ના એમાં રે તું રહેતો
વિશ્વાસ ભરી ભરીને રે પગલાં ભરજે જીવનમાં, ના ખોટ એમાં લાવતો
વાસ્તવિકતા ના ભૂલજે તું જીવનમાં, હૈયેથી ના એને તું હડસેલી દેતો
હાર્યો છે રે પ્રભુ, સર્જીને માનવને જગમાં, નથી અંત તોય એ લાવતો
તારા હિતનું કરશે રે પ્રભુ, થાશે ના વિચાર એવા ના તું કરતો
હરેક કાર્યો કરવાનાં છે રે તારે, થાશે ના કંઈ, કાર્ય ના શરૂ કરતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)