બગાડીશ ભલે તું સંબંધ પ્રભુ સાથે, સંબંધ પ્રભુ બગાડવાના નથી
કરીશ ખોટું કે સાચું, પ્રભુ એ તો બધું જોયા વિના રહેવાના નથી
રહીશ ખોટાં વિચારોમાં જ્યાં સુધી, સાચો રસ્તો તો મળવાનો નથી
પ્રભુ નથી કાંઈ દુશ્મન તો તારા, હિત તારું તો જોયા વિના રહેવાના નથી
રાખીશ આશા પ્રભુ ઉપર જો પૂરી, દીપક વિધાતા બુઝાવી દેવાના નથી
દેતા બેસે છે પ્રભુ તો પૂરું, કંજૂસાઇ એમાં તો કદી કરતા નથી
તારાં કર્મનો સરવાળો ઘડશે ભાગ્ય તારું, પુરુષાર્થને જીવનમાં ભૂલવાનો નથી
ફરિયાદ કાજે ખાલી યાદ કરે છે તું, પ્રભુને જગમાં ઉપકાર એનો ભૂલવાનો નથી
દેખાતો નથી, નથી કાંઈ એ એની લાચાર એવી, શક્તિને એની આંકવાની નથી
એની દયાથી તો જીવી રહ્યો છે તું જગમાં, સમજ્યા વિના એ રહેવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)