એક દિવસ તો નાચશે આંખ સામે તો તારી, તારાં ને તારાં કૃત્યોની કહાની
હશે એ તો જેવી ને જેવી, પણ હશે એ તો, તારાં ને તારાં કૃત્યોની કહાની
દૃશ્યે દૃશ્યે યાદ આપશે એવી, તાણશે ભાવોમાં એવા, તારી એ તો કહાની
સુખદુઃખના ભાવો જનમશે એમાં, જાશે ભાવો એના હૈયાને એમાં તાણી
હશે જેવાં રે કૃત્યો, હશે એવા રે ભાવો, છટકી ના શકાશે તારાથી એમાંથી
કદી વરસશે ધિક્કાર તને તારા ઉપર, આવશે આંખોમાંથી આંસુનાં પાણી
ઊઠશે અંતરમાં તો એમાં પશ્ચાત્તાપની વાણી, તારા વિના ના કોઈએ એ સંભળાવાની
કદી જન્માવશે હૈયે આનંદની લહેરી, કદી કરશે ઊભો તાપ પશ્ચાત્તાપનો ભારી
હશે એ દૃશ્યો તારાં ને તારાં, નથી કાંઈ કોઈ અદલાબદલી એમાં કોઈની થવાની
તું ને તું હશે પાત્ર મધ્યમાં તો એનું, હશે ફરતી ને ફરતી આસપાસ તારી કહાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)