આજે છે જ્યાં તો તું, શું તું કાલે ત્યાં તું રહેવાનો છે
હશે કાલે જ્યાં તો તું, શું ત્યાં ને ત્યાં તો તું રહેવાનો છે
નથી જાણતો જ્યાં તું, આવ્યો તું ક્યાંથી ને ક્યાં તું જવાનો છે
આવ્યો જગમાં તું, હતો શું એ અકસ્માત, કે હતો તારાં કર્મનો પરિપાક
આવ્યો જગમાં જીવન સાર્થક કરવા, સાર્થક શું તું એ કરી રહ્યો છે
રહ્યો છે જગમાં તો જ્યાં તું, કાયમ જગમાં શું તું રહેવાનો છે
દુઃખી ને દુઃખી આજે છે તું, કાલે પણ તું શું દુઃખી રહેવાનો છે
બદલાતો ને બદલાતો રહ્યો છે, જીવનમાં તો તું બદલાતો રહ્યો છે
છે આજે જીવનમાં તો જેવો તો તું, શું તું એવો ને એવો રહેવાનો છે
વિચારધારા બદલાતી રહી, દિવસ-રાત બદલાયા, બદલાતી રહેવાની છે
છે વાસ્તવિકતા કઠોર તો આ જીવનની, પચાવ્યા વિના ના એ રહેવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)