છાનું રે નથી, કાંઈ એ છાનું રે નથી, એ તો કાંઈ છાનું રે નથી
છે માલિકી જગની તમારી રે પ્રભુ, એ તો કાંઈ છાનું રે નથી
પાડતા ને પાડતા રહ્યા છે માનવ, ભાગલા તો તારા જગના
તારાથી તો કાંઈ એ અજાણ્યું નથી, તારાથી કાંઈ એ અજાણ્યું નથી
રહ્યા છે જગમાં પાડીને સહુ ભાગલા, એમાં ને એમાં લડતા
ચૂપચાપ તમે એ જોયા વિના રહ્યા નથી, જોયા વિના રહ્યા નથી
મૂંઝાતા ને મૂંઝાતા રહ્યા જગમાં, સહુ બાળ તો તારા
સાંભળી ફરિયાદ તમે, એમાં તો મૂંઝાયા નથી, મૂંઝાયા નથી
સર્વવ્યાપક છો તમે, માન્યા વિના જગમાં તો કોઈ રહ્યું નથી
જગમાં સહેલાઈથી તમને તો, કોઈ જગમાં ગોતી શક્યું નથી
ભક્તિભાવનો પરિપાક થયા વિના, કોઈને જગમાં તમે મળ્યા નથી
છાનું નથી કાંઈ એ છાનું નથી, જગમાં તો એ કાંઈ છાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)