Hymn No. 5482 | Date: 14-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-14
1994-04-14
1994-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=981
મને મારા ભાગ્યનો, જીવનમાં તો ભેટો થઈ ગયો
મને મારા ભાગ્યનો, જીવનમાં તો ભેટો થઈ ગયો ક્યારેક બનીને સાથી, સાથ દેતો ગયો, કદી ચડાવી બાંહ્ય સામે ઊભો રહી ગયો વ્યાપી ગયો જીવનમાં રે એવો, હરપળે હરશ્વાસમાં, અનુભવ એનો કરાવતો રહ્યો કદી જીવનમાં હાસ્ય છલકાવી ગયો, કદી મને રુદનમાં એ ડુબાડી ગયો કદી રચાવી જીવનમાં સુંદર સ્વપ્ના, ભંગાર ઊભા એના એ કરાવી ગયો કદી ઊંધા આસને દીધો મને બેસાડી, કદી મને જીવનમાં ગબડાવી ગયો રહ્યો સદાયે એ સાથે ને સાથે, વિશ્વાસ એના ઉપર, ના તોય મૂકી શક્યો જોઈ રાહ ઘણી સુધારશે ભવિષ્ય મારું, હાથતાળી એમાં મને એ દેતો રહ્યો દેતો ગયો સાથ જીવનમાં તો જ્યાં, અનેક શિખરો સર મને કરાવતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mane maara bhagyano, jivanamam to bheto thai gayo
kyarek bani ne sathi, saath deto gayo, kadi chadaavi baahya same ubho rahi gayo
vyapi gayo jivanamam re evo, har pale harashvasamam, anubhava eno karavato rahyo
kadi jivanamam hasya chhalakavi gayo, kadi mane rudanamam e dubadi gayo
kadi rachavi jivanamam sundar svapna, bhangara ubha ena e karvi gayo
kadi undha aasane didho mane besadi, kadi mane jivanamam gabadavi gayo
rahyo sadaaye e saathe ne sathe, vishvas ena upara, na toya muki shakyo
joi raah ghani sudharashe bhavishya marum, hathatali ema mane e deto rahyo
deto gayo saath jivanamam to jyam, anek shikharo saar mane karavato gayo
|