ક્રોધની સરિતા બની ગઈ જ્યાં એ જ્વાળા, દુશ્મનાવટ ઊભી એ કરી ગઈ
જીવનમાં હૈયાની એ દુશ્મનાવટે, જગમાં જીવનનો તો દાટ વાળ્યો
લાલચનાં રે બિંદુ, બની ગયાં જ્યાં સાગર, લપેટાયું હૈયું તો જ્યાં એમાં
લોભનાં રે ઝરણાં, ઊછળ્યાં જ્યાં એનાં મોજાં, આવરી લીધાં એણે જ્યાં હૈયાં
ઇર્ષ્યાના નાના રે તણખા, જીવનમાં હૈયામાં આગ બની જ્યાં છવાઈ ગઈ
અહંનાં બિંદુઓ જ્યાં એની સીમા પાર કરી ગઈ, જ્યાં એ સાગર બની ગઈ
કામવાસના જીવનમાં જ્યાં આગ બની ગઈ, હૈયાને એમાં જ્યાં એ લપેટી ગઈ
આડંબર ને ઢોંગ, જીવનમાં જ્યાં સીમા એની તો એ પાર કરી ગઈ
રોગ, દુઃખદર્દ તો જીવનમાં, તો જ્યાં સીમા એની એ તો વટાવી ગઈ
ગેરસમજ ને અસમજ તો જીવનમાં તો જ્યાં, સીમા એની પાર કરી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)