આવ્યો હતો જગમાં હું એકલો ને એકલો, જઈશ જગમાંથી હું તો એકલો ને એકલો
તારા રે વિના રે માડી, છે જગમાં, બીજું કોણ તો મારું, બીજું કોણ તો મારું
રહેશે આવતાં તોફાનો તો જીવનમાં, રહીશ કરતો સામનો તો એકલો - તારા...
દઈ દઈ વાયદા, રહેશે પડતા જીવનમાં તો સહુ છૂટા ને છૂટા - તારા...
કદી લાગ્યા જે મારા, લાગ્યા કદી પરાયા, ના સાથે એ તો આવશે - તારા...
બાંધશે કર્મો મને તો મારાં, લાગશે ના કામ, કર્મો તો બીજાનાં - તારા...
રહ્યા ને રહેશે ભલે સાથે, એ પણ એક દિવસ તો છૂટા પડવાના - તારા...
લાગણીનાં પૂર તો જાગ્યાં, રહ્યાં એ તણાતાં, રહ્યા એમાં તો અટવાતા - તારા...
કરવા છે સામના તો મુસીબતોના, જીવનમાં તો એકલા ને એકલા - તારા
પ્રભુ છે ધ્યેય સહુનું ને મારું, પહોંચવું છે, પાસે એની સાથમાં કે એકલા - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)