Hymn No. 3994 | Date: 29-Jun-1992
|
|
Text Size |
 |
 |
જીવ્યા જીવન જ્યાં જગમાં તમારી રીતે, જીવી જુવો હવે તો પ્રભુની રીતે મળ્યું શું, મેળવ્યું શું જગમાં, તમારી રીતે, મેળવી જુઓ હવે તો પ્રભુની રીતે કરી ચિંતા તમે તો જગમાં, તમારી રીતે, કરવા દો ચિંતા પ્રભુને એની રીતે રીત છે અનોખી તો પ્રભુની, રહેવા દેજો, કરવા દેજો પ્રભુને તો એની રીતે વહોરી મુશ્કેલીઓ જીવનમાં તમારી રીતે, થાઓ તૈયાર રહેવા હવે પ્રભુની રીતે લીધું ને દીધું જીવનમાં તમારી રીતે, સંભાળવા દેજો વ્યવહાર પ્રભુને એની રીતે મૂંઝારા વિના મળ્યું શું તને તારી રીતે, કરવા દે દૂર એને હવે તો પ્રભુની રીતે રહી રાચી ગુમાવ્યું તેં તો તારી રીતે, મેળવી લે હવે જીવનમાં તો તું પ્રભુની રીતે કામ ના આવી તારી રીતો, રહેવું છે, શાને તારી રીતે, રહે જો હવે તો તું પ્રભુની રીતે છોડ હવે બધી તારી રીતો, તારી રીતે, થા તૈયાર હવે તું રહેવા, પ્રભુની રીતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|