ફૂલ્યોફાલ્યો ફરતો રહેશે તું જગમાં, તું શું છે શું નથી, એની ભી તને ખબર નથી
રાચી રાચી જીવનમાં ખોટ ખ્વાબોમાં, જીવનભર એમાંથી બહાર તું આવ્યો નથી
સ્થિરતા કાજે કરે જીવનભર તું દોડાદોડી, એકે વાતમાં સ્થિર તોયે તું રહ્યો નથી
દેખાવોને દેખાવો ઊભા કરવામાંથી નવરો તું પડયો નથી, તારી જાતને તું ઓળખી શક્તો નથી
રમતો રહ્યો છે રમત વૃત્તિઓ સાથે સદા, વૃત્તિઓ તોયે તારા કાબૂમાં તો નથી
છેતરી રહ્યો છે જગને તું એમાંને એમાં, તું પણ એમાં, છેતરાયા વિના રહેવાનો નથી
તું શું છે, શું નથી એં તો શોધ્યું નથી, જીવનમાં અશાંતિ વિના બીજું તને મળ્યું નથી
ભાગદોડને ભાગદોડ રહી છે ચાલુ જીવનમાં ફુરસદ એમાંથી તને તો મળી નથી
જિંદગીને સમજી શક્યો નથી, જીવનને જાણી શક્યો નથી, જ્યાં તને તું જાણી શક્યો નથી
પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શક્તો નથી, તારી જાતને જ્યાં તું છૂટી પાડી શક્તો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)